જીઓ મુકેશભાઈ અંબાણી 5g લોન્ચ કરવા જઈ રહ્યા છે,વધુ માહિતી માટે આખો લેખ વાંચો.

     ટૂંક સમયમાં માંજ 5g નેટવર્કનો ઉપયોગ કરવાનું તમારું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. રિલાયન્સ જિઓ 5 જી નેટવર્ક સેવા શરૂ કરી શકે છે. રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ મુકેશ અંબાણીએ સંકેત આપ્યો છે કે 2021 સુધીમાં ભારતમાં 5 જી નેટવર્ક સેવા શરૂ કરી શકે છે.
રિલાયન્સ ગ્રુપના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસના ઉદઘાટન સત્રને સંબોધન કરતાં સંકેત આપ્યા છે કે જીઓ કંપની 2021ના ​​ઉત્તરાર્ધમાં દેશભરમાં 5 જી નેટવર્ક લોન્ચ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષે કહ્યું કે આજે ભારત વિશ્વનો સૌથી 'ડિજિટલી કનેક્ટેડ' દેશ છે. સાથે સાથે તેમણે કહ્યું કે આજે પણ દેશમાં 30 કરોડ ગ્રાહકો 2 જીમાં 'ફસાયેલા' છે અને તેમને સ્માર્ટફોનમાં લાવવા માટે નીતિ હસ્તક્ષેપની જરૂર છે. સ્માર્ટફોનના માધ્યમથી આ ગ્રાહકો ડિજિટલ ટ્રાંઝેક્શન પણ કરી શકશે..

0 ટિપ્પણીઓ