ગૂગલ ફોટો 3D વર્ઝન લાવી રહ્યું છે..પણ એક શરત છે..

  આપણાં સૌની મનપસંદ એપ ગુગલ પોતાની એપ્લિકેશન ગૂગલ ફોટો માં હવે 3D ઇફેક્ટ લાવવા જઈ રહ્યા છે. જેનાથી તમે તમારા મોબાઇલમાંથી પડેલા સાદા 2D ફોટો પણ છે 3D માં કન્વર્ટ થઈ શકશે. જેને ગૂગલ સીનેમેટિક ફોટો તરીકે ઓળખાવે છે,
ગુગલ ના જણાવ્યા મુજબ તમારા મોબાઈલમાં કોઈપણ ફોટો હોય જેમાં ડીપ માહિતી ના હોય તો પણ ગૂગલ પોતાની ટેકનોલોજી દ્વારા વરચુઅલ ઇમેજ થઈ તેને 3D માં અપડેટ કરી આપશે, 

ગૂગલે જણાવ્યું છે કે આ અપડેટ નો ફાયદો થોડા જ સમય માં દરેક ગૂગલ ફોટો યુઝર ને મળશે ફક્ત એમણે પ્લેસ્ટોર માં જઈને એપ્લિકેશન અપડેટ કરવા ની રહેશે..
  અત્યારે ગુગલ ફોટો મેમરી નામની થીમ પણ આપી રહી છે જેમાં આજના દિવસે ગયા વર્ષે (અથવા તેનાથી જુના) તમે જે ફોટો પાડ્યો હશે તેની યાદી અપાવશે.. આ સિવાય એવી ઘણી બધી ફેસિલિટી છે જે લખવા કરતા અનુભવવી સારી છે, 

અસ્તુ.

0 ટિપ્પણીઓ