વોટ્સઅપ બંધ થઈ રહ્યું છે આટલા મોબાઈલ માં... ચેક કરી જોવો


હાઈલાઈટ્સ
-વોટ્સઅપ કેટલાક આઇફોન અને એન્ડ્રોઇડ ડિવાઇસીઝ ઉપર સપોર્ટ આપવાનું બંધ કરી રહ્યું છે.
- જો તમે IOS9 અને ANDROID4.0.3 થી નીચેની ઓપરેટિંગ સિસ્ટમ વાપરી રહ્યા હોય તો વોટ્સઅપ કરવાનું બંધ કરી દેશે.

  2021માં વોટ્સઅપ અમુક આઈફોન અને એન્ડ્રોઇડ ફોન ઉપર સપોર્ટ આપવાનું બંધ કરી રહ્યું છે જેલોકો ios9 અને android4.0.3 થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ વાપરી રહ્યા હોય તેમાં વોટ્સઅપ હવે સપોર્ટ આપવાનું બંધ કરી રહ્યુ છે.

મળતા સમાચાર મુજબ જે લોકો ios9 ઓપરેટીંગ સીસ્ટમ નથી વાપરી રહ્યા એમને સપોર્ટ બંધ થઈ જશે, આઇફોન મોડેલોમાં બધા આઇફોન 4 અને પહેલાનાં મોડેલો શામેલ છે.જો તમારી પાસે આઇફોન 4 એસ, આઇફોન 5, આઇફોન 5 એસ, આઇફોન 5 સી, આઇફોન 6 અને આઇફોન 6 એસ છે, તો તમારે વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવો હોય તો તમારે iOS 9 અથવા તેનાથી અપગ્રેડ સિસ્ટમ અપડેટ કરવા ની રહેશે.સાથે સાથે આઇફોન 6 એસ, 6 પ્લસ અને આઇફોન એસઇ ફર્સ્ટ જનરેશનને આઇઓએસ 14 માં અપડેટ કરી શકાય છે.

તેવીજ રીતે એન્ડ્રોઇડ ફોન જેમાં 4.0.3 નથી તે લોકો ના મોબાઈલમાં વોટ્સઅપ બંધ થઈ જશે જેમાં , LG , Motorola Droid Razr, Samsung Galaxy S2,HTC DesireOptimus Blackજેવા મોડલ તેમજ અન્ય કેટલાય એન્ડ્રોઇડ મોબાઈલ ફોન હશે જેમાં વોટ્સઅપ કામ કરતું બંધ થઈ જશે.

સપોર્ટ

જો તમને ખબર જ નથી કે તમારા આઈફોન કે એન્ડ્રોઇડ ફોન માં કઇ ઓપરેટિંગ સોફ્ટવેર છે તો તે જાણવા માટે સેટિંગ માં જવાનું રહેશે  પછી setting > about phone> પાર જશો એટલે os ની માહિતી મળી જશે, (શકયતા છે કે સ્ટેપ માં ફેરબદલ હોય શકે, પણ os ની માહિતી તમને સેટિંગ માંથી જ મળશે).
માટે જે લોકો અપડેટ કરી શકે છે એ અપડેટ કરી લો બીજા લોકો નવા ફોન ખરીદવા ની તૈયારી કરી લ્યો🙂.

આર્ટિકલ ઉપયોગી લાગે તો મિત્રો ની સાથે શેર કરજો.
અસ્તુ

0 ટિપ્પણીઓ