12 હજાર ફૂટ ઊંચાઈ પરથી નીચે પડ્યો આઇફોન અને જોવો વિડિયોમાં આઇફોનની હાલત કેવી થઈ?

મિત્રો, આજની તારીખમાં આઇફોન ખૂબ મોંઘો અને પ્રીમિયમ ફોન માનવામાં આવે છે. ઘણા લોકો જીવનમાં 1 આઇફોન લેવા માટે પૈસા પણ ભેગા કરે છે. જો તમે એક સામાન્ય વ્યક્તિ છો અને જો તમારા હાથમાંથી આઇફોન નીચે પડી જાય તો આપણને ખૂબ અફસોસ થાય છે.

12 હજાર ફૂટ ઊંચાઈ પરથી નીચે પડ્યો આઇફોન અને જોવો વિડિયોમાં આઇફોનની હાલત કેવી થઈ?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આજકાલ એક વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને જેમાં 1 વ્યક્તિ 12 હજાર ફૂટ ઉપરથી સ્કાયડાઈવિંગ કરતો હોય છે અને અચાનક તેના ખિસ્સામાંથી આઇફોન નીચે પડી જાય છે.

અમુક રિપોર્ટ અનુસાર જેના ખિસ્સામાંથી આઇફોન પડ્યો છે તેનું નામ Kody Madro છે.

પૂરી ઘટના:-

જ્યારે Kody Madro અને તેના અમુક મિત્રો સ્કાયડાઈવિંગ કરતાં હતા ત્યારે તેનો બીજો 1 મિત્ર સામેથી વિડિયો શૂટ કરતો હતો અને તેના મિત્રએ શરૂઆતમાં કોઈ વસ્તુ નીચે પડતાં જોઈ હતી. ખૂબ ઊંચાઈ પર અને ખૂબ પવનમાં તેના મિત્રને સાફ ન દેખાયું કે તે શું છે.

જ્યારે Kody Madro અને તેના મિત્રો સ્કાયડાઈવિંગ કરીને નીચે ઉતર્યા ત્યારે Kody Madro ને ખબર પડી કે તેના ખિસ્સામાં આઇફોન નથી. પછી તેના મિત્રોને પણ જણાવ્યુ કે તેનો આઇફોન કઈક ખોવાઈ ગયો છે. ત્યારબાદ તેના મિત્રએ વિડિયોમાં જોયું કે ઉપર ઊંચાઈ પર કઈ વસ્તુ નીચે પડી હતી.

કોઈ વસ્તુ ઉપરથી નીચે પડે એટલે ખૂબ ઝડપથી પડે, તેને કારણે વિડિયોને સ્લો મોશનમાં જોવામાં આવ્યો ત્યાર બાદ તે આઇફોન દેખાયો.

ત્યાર બાદ Kody Madro અને તેના અમુક મિત્રોએ તે આઇફોનને અમુક એપ્લિકેશનની મદદથી ટ્રેક કરીને શોધી કાઢ્યો અને ત્યાર બાદ તે આઇફોન કામ કરતો હતો અને આઇફોનની સ્ક્રીનની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી.

તે વિડિયો તમે નીચે જોઈ શકો છો.


તે વિડિયોના કોમેન્ટમાં ઘણા લોકો મસ્તીમાં કહે છે કે આ વિડિયો એપલને મોકલ એટલે તને નવો ફોન આપી દેશે.

ઘણા લોકો મસ્તીમાં એવું પણ કહે કે એપલના CEO ટિમ કૂકએ તને આ બધુ કરવાના કેટલા પૈસા આપ્યા?

ઘણા લોકો આ વિડિયો જોઈને ખૂબ હેરાન થઈ ગયા અને લોકો એવું પણ મને છે કે આઇફોન ખૂબ મજબૂત હોય છે.

આશા છે કે આ ખબર તમને ગમી હશે. તમારા મિત્રો સાથે વ્હોટ્સએપમાં જરૂર શેર કરો અને ફેસબુક પર પણ શેર કરો જેથી લોકો વધારે જાણી શકે.

0 ટિપ્પણીઓ