ક્વોરા શું છે? શું ક્વોરા થી રૂપિયા કમાઈ શકાઈ ? | એપ્લીકેશન અપડેટ

         મિત્રો હાલના ભારતમાં સોસિયલ મીડિયા એના પિક ઉપર છે, જાણકારો એમપણ કહે છે કે આતો ભારત માં એની હજુ શરૂઆત છે, કેસબુક,ટ્વિટર,ઇંસ્તગ્રામ,યુટ્યુબ,ટ્વિટર થી બહાર ની દુનિયામાં જોઇયે તો વિશ્વ ઘણી બધી અલગ અલગ અને જાણકારી સાભર એપ્લીકેશન નો ઉપયોગ કરતું થઈ ગયું છે. આજે આપણે એમથી એક પ્રોડકટ નામે ક્વોરા નો રિવ્યુ કરશું જેની સાઇટ  ગુજરાતી માટે https://gu.quora.com  છે અને ગૂગલ પ્લેસ્ટોર માં ક્વોરા લખશો તો ક્વોરા ની એપ્લીકેશન પણ  તમને મળી જશે, તો આવો જાણીએ ક્વોરા વિશે

ક્વોરા શું છે અને એનો ઉપયોગ શું છે ?

મિત્રો  ક્વોરા નો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ તમારી પાસે ક્વોરા એકાઉન્ટ હોવું જરૂરી છે, તમે સોસિયલ મીડિયામાં હોવ તો ફેસબુક અને જીમેઈલ દ્વારા પણ લૉગિન થઈ શકો છો અને નવું એકાઉન્ટ પણ બનાવી શકો છો. ક્વોરા એક ફ્રી ઈન્સાઈક્લોપેડિયા છે જે તમને મુંજવતા પ્રશ્નો પૂછવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે અને તમારા પ્રશ્ન ના જવાબ મેળવવા માં તમને મદદ પણ કરે છે ,ક્વોરા પર તમે કોઈ એક સબજેક્ટ ઉપર ગૃપ પણ બનાવી શકો છો. હાલમાં ઇન્ટરનેટ ઉપર જેટલા પણ સવાલ જવાબ માં પ્લેટફોર્મ છે તેમાં ક્વોરા પ્રથમ છે, પરંતુ હાલ માં ગૂગલ દ્દ્વારા પણ ક્વેસચન આંસર પ્લેટફોર્મ લોન્ચ કરવા માં આવ્યું છે જે ક્વોરા ને હરીફાઈ પૂરી પાડી રહ્યું છે.

 ક્વોરા કઈ કઈ ભાષા ને માં ઉપલબ્ધ છે?

ક્વોરા વિશ્વની લગભગ 24 થી વધુ ભાષાને સપોર્ટ કરે છે જેમાં અરબી,બંગાળી,ડેનિશ,ડચ,અંગ્રેજી,ફિનિશ,ફ્રેન્ચ,
જર્મન,ગુજરાતી,હીબ્રુ,હિન્દી,ઇન્ડોનેશિયન,ઇટાલિયન,જાપાની,કન્નડ,મલયાલમ,મરાઠી,નોર્વેજીયન,પોલિશ,પોર્ટુગીઝ,સ્પૅનિશ,સ્વીડિશ,તમિલ,તેલુગુ વગેરે જેવી ભાષા નો સમાવેશ થાય છે. ક્વોરા વિશ્વમાં બોલતી લગભગ બધી ભાષા માં પોતાનું પ્લેટફોર્મ ઊભું કરવા નું પ્લાનિંગ બનાવી રહ્યું છે. સાથે સાથે ડિસેમ્બર 2019માં ક્વોરા દ્વારા ગુજરાતી માં સપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો,

ક્વોરા ના માલિક કોણ છે ?  ક્વોરા ક્યાં દેશની છે ?  

ક્વોરાના માલિક ફેસબુકના જૂના કર્મચારી એડમ ડી 'એંજલો અને ચાર્લી ચીવર છે ક્વોરા નું હેડક્વાટર કેલિફોર્નિયા યુનાઈટેડ સ્ટેટમાં આવેલું છે અને ક્વોરા ની સ્થાપના જૂન 2009 માં થઈ હતી.

ક્વોરા કેવીરીતે કામ કરે છે ?

ગૂગલ અને અન્ય વેબસાઇટ ની જેમ ક્વોરા એ પણ પોતાનું એક અલગોરિધમ વિકસાવ્યું છે, જેમાં તમને માઈલ દ્વારા અને ક્વોરા લૉગિન થયા પછી  ડેઈલિ ડાઈજેસ્ટ આવતું હોય છે જેમાં સવાલો નું લિસ્ટ હોય છે અને તમને રેકોમેંડ  કરવા માં આવે છે કે તમને આવડતો સવાલ નો જવાબ તમે આપી સકો છો, તમારા દ્વારા અપાયેલા જવાબ ને ક્વોરા પૂછેલા સવાલ ની નીચે મૂકે છે અને પબ્લિક  ને પૂછેલા સવાલ નો જવાબ દર્શાવે છે, તમે અને અન્યલોકો એ જે જવાબ આપ્યા છે એને પબ્લિક  દ્વારા અપવોટ અથવા ડાઉનવોટ  કરવા માં આવે છે. અને આ પરથી ક્વોરા તમને રેંકિંગ આપે છે. સેમ મેથડ થી તમે પણ સવાલ પૂછી શકો છો અને પબ્લિક તમને તેનો જવાબ આપશે. તમે સવાલ ત્રણ રીતે પૂછી સકો છો 1)તમારી વોલ ઉપર 2)તમારું ગ્રૂપ બનાવી ને 3)બીજા કોઈના ગ્રૂપમાં જોઇન થઈ ને, 

 ક્વોરા થી પૈસા કેવી રીતે બનાવી શકાય ?

એપ્રિલ 2018માં ક્વોરા દ્વારા ક્વોરા પાર્ટનર પ્રોગ્રામ કરી ને એક સ્કીમ લોન્ચ કરી હતી જેમાં ક્વોરા દ્વારા સવાલ પૂછનાર વ્યક્તિને ઇન્સેંટિવ રૂપે અમુક એમાઉન્ટ આપવામાં આવતી હોય છે,  જેના સવાલ થી પબ્લિક વધુ એંગેજ રેહતી હોય એને ક્વોરા પોતાના પાર્ટનર પ્રોગ્રામ માં જોડાવા આમંત્રણ આપે છે, હાલમાં ફક્ત માં ઇંગ્લિશ માં જ અ પ્રોગ્રામ ચાલુ છે, અત્યારે સાંભળ્યા મુજબ હિન્દી અને ગુજરાતી ભાષા માં પણ પબ્લિક એંગેજમેંટ વધારવા માટે આ પ્રકાર નો પ્રોગ્રામ ચાલુ કરવા માં આવી શકે છે, ક્વોરા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અમુક દેશોમાં ક્વોરા ગ્રૂપના માલિક પોતાના ગ્રૂપમાં જાહેરાત કરીને પણ આવક મેળવી શકે છે.

અંતમાં સમજીયે ક્વોરા નો અર્થ

ક્વોરા નો શાબ્દિક અર્થ QU નો અર્થ question અને A નો અર્થ ANSWER થાય છે અને OR શબ્દ બંને ને જોડે છે, હવે ફૂલફોર્મ વાચીએ  QUESTION OR ANSWER.

મિત્રો અમે અહિયાં જાણકારી આપનારી વેબસાઇટ અને મોબાઈલ એપ્લીકેશન નો રિવ્યુ કરતાં હોય યે છીયે તો અમારી સાથે જોડાયેલા રહો. 

અમારા ક્વોરા ગ્રૂપમાં જોઇન થવા ક્લિક કરો  ક્વોરાગ્રૂપ ઉપર.

અસ્તુ.

0 ટિપ્પણીઓ