વ્હોટ્સએપને લાગ્યો ઝટકો અને ટેલિગ્રામને થયો ફાયદો, યૂટ્યૂબએ પ્રતિબંધ લગાવ્યો ડોનાલ્ડ ટ્રંપના ચેનલ પર, યૂટ્યૂબ લાવશે નવું હેશટેગ ફીચર | જાણો આજની ટોપ ટેક્નોલોજી ન્યુઝ

મિત્રો, આજના ટેક્નોલોજી સમાચારમાં(Technology News In Gujarati) આપણે વાત કરીશું ઘણી બધી નવી ખબરો વિશે, જેમાં તમને જાણવા મળશે કે વ્હોટ્સએપને કેવી રીતે મોટો ઝટકો લાગ્યો અને ટેલિગ્રામને કેવી રીતે ફાયદો થયો, યૂટ્યૂબમાં હેશટેગ ફીચર શું છે અને તે કેવું હશે અને યૂટ્યૂબએ ડોનાલ્ડ ટ્રંપના યૂટ્યૂબ ચેનલ પર પ્રતિબંધ લગાવ્યો છે તેના વિશે સમાચાર મળશે.

વ્હોટ્સએપને લાગ્યો ઝટકો અને ટેલિગ્રામને થયો ફાયદો, યૂટ્યૂબએ પ્રતિબંધ લગાવ્યો ડોનાલ્ડ ટ્રંપના ચેનલ પર, યૂટ્યૂબ લાવશે નવું હેશટેગ ફીચર | જાણો આજની ટોપ ટેક્નોલોજી ન્યુઝ
  • વ્હોટ્સએપને લાગ્યો મોટો ઝટકો અને ટેલિગ્રામને થયો ફાયદો

જ્યારથી Whatsapp કંપનીએ પોતાની 2021ની પોલિસીમાં ફેરફાર કર્યા છે ત્યારથી તેના યુઝરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે લોકોને વ્હોટ્સએપની નવી પોલિસી સારી નથી લાગી. ત્યાર બાદ વ્હોટ્સએપએ તેની સફાઈમાં ટ્વિટર પર જણાવ્યુ હતું કે અમે તમારા પ્રાઇવેટ મેસેજોને સુરક્ષિત રાખીશું અને ફેસબુક સાથે પણ શેર નહીં કરીશું.

વ્હોટ્સએપનો ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ આજે ટેલિગ્રામના CEO જેમનું નામ Pavel Durov છે. તેમણે જણાવ્યુ છે કે ટેલિગ્રામ પર છેલ્લા 72 કલાકમાં 2.5 કરોડ યુઝર જોડાયા છે અને ટેલિગ્રામના ટોટલ યુઝર 500 મિલ્યન જેટલા થઈ ગયા છે. ટેલિગ્રામના CEO એ બધાને આભાર પણ વ્યક્ત કર્યો છે. (સ્ત્રોત)

  • યૂટ્યૂબએ લોન્ચ કર્યું તેનું નવું હેશટેગ ફીચર

યૂટ્યૂબએ લોન્ચ કર્યું તેનું નવું હેશટેગ ફીચર

મિત્રો, યૂટ્યૂબ હવે લોન્ચ કરવાનું છે તેનું હેશટેગ ફીચર. યૂટ્યૂબ પર જ્યારે તમે સર્ચ બટનમાં જઈને હેશટેગ લગાવીને કોઈ વસ્તુ સર્ચ કરો તો તમને જે તે હેશટેગને લગતા જ વિડિયો નજર આવતા હતા અને અમુક એડ પણ દેખાતી હોય છે.

ઉદાહરણ તરીકે....તમે યૂટ્યૂબ પર #railway સર્ચ કર્યું અને જ્યારે તમે જોયું જે વિડિયોમાં #railway લગાવેલું છે તેમના વિડિયો ટોપ પરિણામમાં દેખાય છે. હવે યૂટ્યૂબ એક હેશટેગ માટેનું નવું પેજ બનાવવાનું છે જેમાં બધા જ હેશટેગના અલગ-અલગ પેજ આવશે.

તે હેશટેગના પેજમાં સૌથી બેસ્ટ વિડિયો આવશે અને તે પેજમાં તમને બતાવશે કે કેટલા વિડિયો આ હેશટેગ ઉપર મુકાયા છે અને કેટલી ચેનલએ આ હેશટેગ ઉપર વિડિયો મૂક્યા છે. આમાં તમે એવું પણ જાણી શકશો કે યૂટ્યૂબ પર સૌથી વધારે લોકપ્રિય કયો વિષય ચાલે છે. (સ્ત્રોત)

  • યૂટ્યૂબએ ડોનાલ્ડ ટ્રંપના અકાઉંટ પર પ્રતિબંધ મૂક્યો

યૂટ્યૂબએ ડોનાલ્ડ ટ્રંપના અકાઉંટ પર પ્રતિબંધ મૂક્યો

ડોનાલ્ડ ટ્રંપ અમેરીકામાં હિંસા ન ભડકાવે તેને કારણે યૂટ્યૂબએ તેમની ચેનલ પર થોડો પ્રતિબંધ મૂક્યો છે અને તેમાં યૂટ્યૂબએ જણાવ્યુ છે કે જે વિડિયો નિયમોની બહાર છે તેમણે કાઢી નાખવામાં આવશે અને 7 દિવસ સુધી તેઓ ચેનલ પર વિડિયો અપલોડ નહીં કરી શકે.

તેમની ચેનલના વિડિયો પર કોમેન્ટ પણ બંધ કરાવી છે જેને કારણે લોકો ખરાબ ચર્ચાઓ ન કરી શકે. (સ્ત્રોત)

આશા છે કે તમને આ 3 ટેક્નોલોજી સમાચાર ગમ્યા હશે અને તમારી રાય શું છે તે નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો.

0 ટિપ્પણીઓ