સિગ્નલ એપ શું છે? અને સિગ્નલ એપ કેમ લોકપ્રિય થઈ રહી છે? જાણો કારણ

આજની પોસ્ટમાં આપણે જાણીશું કે આ સિગ્નલ એપ શું છે અને સિગ્નલ એપ કેમ આટલી લોકપ્રિય થઈ રહી છે? આજે આપણે પૂરી વાત જાણીશું.

સિગ્નલ એપ શું છે? અને સિગ્નલ એપ કેમ લોકપ્રિય થઈ રહી છે? જાણો કારણ

 

સિગ્નલ એપ (Signal App) શું છે?

સિગ્નલ એપ વ્હોટસેપ જેવી મેસેંજિંગ એપ છે. જેમાં બધા જ મેસેજ એન્ડ ટુ એન્ડ ઇંક્રીપ્ટેડ છે. જેમાં યુઝર લોકો સાથે મેસેજ દ્વારા વાત-ચિત કરી શકે છે અને તેને વોઇસ નોટ, ફાઇલ્સ ઓડિઓ-વિડિયો વગેરે વસ્તુઓ મોકલી શકે છે. આ એપમાં વોઇસ કોલિંગ અને વિડિયો કોલિંગ પણ થઈ શકે છે.

આ એપ કોઈ થર્ડ પાર્ટી કંપની સાથે નથી અને સિગ્નલ એપમાં કોઈ પણ પ્રકારની એડ પણ જોવા મળતી નથી. સિગ્નલ એપ ઓપન સોર્સ છે.

 

સિગ્નલ એપ કેમ લોકપ્રિય થઈ રહી છે?

તમને બધાને ખબર છે કે વ્હોટસેપ એપએ હમણાં 2021માં પોતાની પ્રાઇવસી અને પોલિસી બદલી કાઢી છે અને તેમાં જણાવ્યુ છે કે વ્હોટસેપ હવે તમારા ડેટાને ફેસબુક સાથે શેર કરશે અને તે પોતાના પ્રોડક્ટને સુધારવા માટે કરશે.

જ્યારે વ્હોટસેપ એપએ પોલિસી બદલી ત્યારે ટ્વિટર પર વ્હોટસેપ ટ્રેન્ડ થવા માંડ્યુ હતું અને ખૂબ ચર્ચામાં આવી ગયું કે હવે વ્હોટસેપ હવે આપણાં ડેટા ફેસબુક સાથે શેર કરશે. બધાને આ પોલિસી ખરાબ લાગી અને બધા વ્હોટસેપને ડિલીટ પર કરવા માંડ્યા.


પછી દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેમનું નામ એલોન મસ્ક (Elon Musk) એ ટ્વિટર પર ખાલી Use Signal લખ્યું અને ત્યાર બાદ બધા સિગ્નલ એપને ડાઉનલોડ કરીને વાપરવા માંડ્યા.

અમુક વેબસાઇટ મુજબ 1 લાખથી વધારે વખત આ એપ ડાઉનલોડ થઈ ચૂકી છે. ભારતમાં એપસ્ટોર પર ફ્રી એપના સેક્શનમાં વ્હોટસેપ અને અન્ય એપને પાછળ પાડી આ સિગ્નલ એપ નંબર 1 પર આવી ગઈ હતી.


સિગ્નલ એપની પાછળ આ જ કહાની છે. આશા છે કે તમને આ પોસ્ટ ગમી હશે.

0 ટિપ્પણીઓ