સિગ્નલ એપ પર વધારે લોકો આવવાથી તેનું સર્વર થયું ક્રેશ | જાણો ટેક્નોલોજી સમાચાર

વ્હોટસેપ 2021ની શરૂઆતમાં ખૂબ વિવાદમાં પડી ગયું છે કારણ કે તેને 2021માં પોતાની પ્રાઇવસી અને પોલિસી બદલી છે અને તેમાં જણાવ્યુ છે કે જે લોકો વ્હોટસેપ એપ વાપરતા હશે, તેવા લોકોના ડેટા ફેસબુક સાથે શેર કરવામાં આવશે અને તેને કારણે લોકો ખૂબ ઘબરાઈ ગયા છે

તેવામાં જ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક ટ્વિટર પર બોલ્યા કે Use Signal, એટલે તેનો અર્થ એ કે સિગ્નલ એપ વાપરો.

એલન મસ્કના કહેવાથી સિગ્નલ એપ ખૂબ લોકપ્રિય થઈ રહી છે. આજે આપણે વાત કરીશું કે સિગ્નલ એપનું સર્વર કેમ ડાઉન થયું અને સિગ્નલ એપએ તેની સફાઈમાં શું જણાવ્યુ? ચાલો પૂરી ખબર જાણીએ.

સિગ્નલ એપ પર વધારે લોકો આવવાથી તેનું સર્વર થયું ક્રેશ | જાણો ટેક્નોલોજી સમાચાર

સિગ્નલ એપનું સર્વર કેમ થયું ડાઉન?

કોઈ પણ એપ કે વેબસાઇટ વાળાએ પોતાનું એક સર્વર ખરીદેલું હોય છે અને તે સર્વર ઉપર તે એપ આખી સ્ટોર હોય છે અને તમે જે પણ ડેટા કોઈ એપ કે વેબસાઇટ દ્વારા મોકલો છો, તો તે ડેટા તે એપ કે વેબસાઇટના સર્વર પર જાય છે.

તમે કોઈ પણ એપ કે વેબસાઇટમાં જે પણ સામગ્રી જોવો છો, તે કોઈને કોઈ સર્વર પર સ્ટોર હોય છે. કોઈ પણ સર્વરની લિમિટ હોય છે.

ઉદાહરણ તરીકે...સિગ્નલ એપ કોઈ સર્વર પર સ્ટોર હશે અને તે સર્વરની લિમિટ 50.,000 લોકોની હશે. જો તે એપ પર 50 હજારથી વધારે લોકો આવી જાય તો તે સર્વર ડાઉન થઈ જાય છે અને તે સર્વર પર સ્ટોર કરેલી કોઈ પણ માહિતી કોઈને ન દેખાય.

સિગ્નલ એપ જે લોકોએ બનાવી હતી તે લોકોને એવી આશા થોડી હતી આ એપ પર એક દમ આટલા બધા લોકો આવી જશે અને તેને કારણે સિગ્નલ એપનું સર્વર ડાઉન થઈ ગયું.

આ તમે જાણી લીધું કે સિગ્નલ એપનું સર્વર કેમ ડાઉન થયું.

 

સિગ્નલ એપ ક્રેશ થવાથી કંપનીએ શું જવાબ આપ્યો?

સિગ્નલ એપએ તેના ટ્વિટર અકાઉંટ દ્વારા જણાવ્યુ છે કે લોકો ફેસબુકની પોલિસીને ના-પસંદ કરે છે અને તેને કારણે અમે નવા સર્વર ઉમેરી દીધા છે અને તેમાં લિમિટ પણ વધારી દીધી છે. જે લોકોને એપમાં ગ્રુપ બનાવવામાં પ્રોબ્લેમ થતી હતી તે લોકો ફરી પ્રયન્ત કરે.

આશા છે કે તમને આ ટેક્નોલોજી સમાચાર ગમ્યા હશે અને તમારા મિત્રોને પણ આ ટેક્નોલોજી સમાચાર શેર કરો અને જણાવો કે સિગ્નલ એપનું સર્વર પણ ડાઉન થઈ ગયું હતું.

0 ટિપ્પણીઓ