કેમ મોદી સરકાર કૂ (koo) એપ્લીકેશન ને ખૂબ પ્રમોટ કરી રહી છે? જાણો એપ્લિકેસ્ન અપડેટ માં

                       હાલમાં ભારત સરકાર અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર વચે મતભેદ સર્જાયા છે અને ટ્વિટર ને ગર્ભિત ચેતવણી આપતા હોય તેમ મંત્રીઓ અને સરકારી કર્મચારીઓ પણ ધીમે ધીમે આત્મનિર્ભર ભારત નું  દેશી ટ્વિટર તરીકે ઊભરી રહેલી  કૂ (koo) એપ તરફ વળી રહ્યા છે.  9 ફેબ્રુઆરીએ રેલ મંત્રી પિયુષ ગોએલ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યા પછી  ટ્વિટર ઉપર #kooapp  ટ્રેન્ડ થઈ અને બહોળા પ્રમાણ માં લોકો એ એને વધાવી લીધી. અત્યારે ધીમે ધીમે દરેક સરકારી ખાતાઓ ધીમે ધીમે કૂ તરફ વળી રહ્યા છે એ જોતાં ટ્વિટર માટે ઘણી મોટી તકલીફ ઊભી થશે એ ચિંતા સેવાય રહી છે, તો ચાલો આજે એપ્લીકેશન અપડેટ માં આ આપની દેશી એપ વિષે જાણીએ.


કૂ (koo) એપ કોણે બનાવી છે અને ક્યાં દેશ ની છે?? 

કૂ એપ ભારતમાં જ આંત્રપ્રિન્યોર અપ્રમેય રાધાકૃષ્ણન  અને મયંક બિંડાવટકા દ્વારા બનનાવામાં આવી છે,  લિંક્ડ-ઇન એપ્લીકેશન માં તેમની પ્રોફાઇલ ચેક કરતાં તેઓ બંને એન્જીનિયરીંગ કર્યા બાદ iim ahmedabad  માથી mba કર્યું છે,  તેઓ બંને હાલમાં koo એપના ceo તરીકે કામ કરી રહ્યા છે.

કૂ એપ કેટલી ભાષાઓ ને સપોર્ટ કરે છે ?

 ભારત માં ટ્વિટર ઉપયોગ કરનારો બહોળો વર્ગ છે પરંતુ તે મહતમ શહેરી વિસ્તાર માં જ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે એટલા માટે ભારત માં દરેક વિસ્તાર ના લોકો પોતાની લાગણી અને અનુભવો પોતાની માતૃ ભાષામાં સોસિયલ પ્લેટફોર્મ ઉપર મૂકી શકે એના માટે કૂ એપને શરૂઆત માં અંગ્રેજી સિવાય હિન્દી, તેલુગુ, તામિલ અને કન્નડ ભાષાને સપોર્ટ કરે છે, બાકી રહેલી ગુજરાતી અને આની ભાષા આવનારા સમયમાં કૂ એપમાં આવરી લેવામાં આવશે. 

કૂ એપ  ક્યારે લોન્ચ થઈ ?

વિકિપીડિયા પ્રમાણે  કૂ એપ Bombinate Technologies Private Limited ના બેનર નીચે 1 માર્ચ 2020 ના રોજ android અને ios માં લોન્ચ થઈ હતી,   આ લખાઈ રહ્યું છે ત્યારે અત્યારે  ટોટલ 3 મિલિયન વાર ડાઉનલોડ કરવા માં આવી છે.

કૂ એપના ફીચર્સ ક્યાં છે ?

આપણે જોયું કે આ આપણું દેશી ટ્વિટર છે એટ્લે અધિકાંશ ભાગ તો સિમિલર જ છે પંરન્તુ અમુક એવા પણ ફીચર્સ છે જે પોતાને ટ્વિટર થી અલગ પાડે છે .

  • કૂ એપમાં વોઇસ રેકોર્ડ કરીને સામે વાળાને મોકલી શકાય છે 
  • કૂ એપમાં તમે તમારી પ્રોફાઇલ નું એનાલિટીકસ જોઈ શો છો 
  • કૂ એપ અત્યારે 5 જેટલી ભાષાઓ માં ઉપલબ્ધ છે અને આવનારા સમય માં લગભગ દરેક ભાષા માં પ્રાપ્ત થશે.

છેલ્લે છેલ્લે 

આત્મનિર્ભર ઇનોવેશન એપ ઇનોવેશન ચેલેન્જ જીત્યા બાદ કૂ એપને ડાઉનલોડ કરવામાં 3 ગણો વધારો થયો હતો અને સતત ડાઉનલોડ વધી જ રહ્યા છે, 0 ટિપ્પણીઓ