ભારતના પ્રધાનમંત્રી કોણ છે? - જાણો ભારતના પ્રધાનમંત્રી વિશે

ભારત ખૂબ મોટો દેશ છે અને આટલા મોટા દેશને ચલાવવા માટે એક વ્યક્તિની જરૂર પડે છે જે દેશના નિર્ણયોને સારી રીતે લે અને દેશના વિકાસ માટે કાર્યો કરે. દેશ કોઈ એક વ્યક્તિથી ના ચાલે પણ એક એવો મુખ્ય વ્યક્તિ જરૂર જોવે જે પૂરા દેશનું ધ્યાન રાખે અને દેશના વિકાસ માટે જરૂરી નિર્ણયો લે.

દેશમાં મુખ્યવ્યક્તિ તો રાષ્ટ્રપતિ હોય છે જે પૂરા રાષ્ટ્રનો વ્યક્તિ હોય છે પણ પ્રધાનમંત્રી એવો વ્યક્તિ હોય છે જે દેશનો પ્રધાન હોય છે જે પૂરા દેશના વિકાસ માટે કાર્યો કરે છે. આજે આપણે આ પોસ્ટમાં જાણીશું કે ભારતના મુખ્યમંત્રી કોણ છે? અને ભારતના મુખ્યમંત્રીઓની લિસ્ટ પણ જાણીશું કે જ્યારથી ભારત દેશ આઝાદ થયો તો ત્યારથી અત્યાર સુધી કોણ-કોણ પ્રધાનમંત્રી બન્યું છે.

ભારતના પ્રધાનમંત્રી કોણ છે? - જાણો ભારતના પ્રધાનમંત્રી વિશે

ભારતના પ્રધાનમંત્રી કોણ છે?

ભારતના પ્રધાનમંત્રીનું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે અને તેઓ ભારતના 14માં પ્રધાનમંત્રી છે. નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતના વડનગર ગામમાં થયો હતો. તેઓ 2014માં ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા અને તેઓ 2019માં ફરી તેઓ ભારતના પ્રધાનમંત્રી બન્યા છે.

નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના આવવાથી ગુજરાતનો વિકાસ વધવા માંડ્યો અને ગુજરાતના લોકોએ નરેન્દ્ર મોદીને 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા અને ગુજરાતનો ઘણો વિકાસ જોઈને પૂરા ભારતના લોકોએ 2014માં નરેન્દ્ર મોદીને પ્રધાન મંત્રી તરીકે ચૂંટયા છે.

ભારતના પ્રધાનમંત્રી કોણ છે?

ભારતના પ્રધાનમંત્રીઓની લિસ્ટ

 • ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂ હતા અને તેઓ 15 ઓગસ્ટ 1947થી 27 મે 1964 સુધી ભારતના પ્રધાન મંત્રી હતા.
 • જવાહરલાળ નેહરૂના અવસાન બાદ ગુલઝારીલાલ નંદા 27 મે 1964થી 9 જૂન 1964 એટલે 13 દિવસ માટે કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા હતા.
 • ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી 9 જૂન 1964 થી 11 જાન્યુઆરી 1966 સુધી ભારતના પ્રધાનમંત્રી હતા.
 • લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ ગુલઝારીલાલ નંદા ફરી 11 જાન્યુઆરી 1966 થી 24 જાન્યુઆરી 1966 સુધી 13 દિવસ માટે ભારતના કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા હતા.
 • 24 જાન્યુઆરી 1966 થી 24 માર્ચ 1977 સુધી ઇન્દિરા ગાંધી ભારતના ત્રીજા વડાપ્રધાન અને પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.
 • ભારતના ચોથા પ્રધાનમંત્રી મોરારજી દેસાઇ 24 માર્ચ 1977 થી 28 જુલાઈ 1979 સુધી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા.
 • ત્યારબાદ ભારતના પાંચમા પ્રધાનમંત્રી ચરણ સિંહ 28 જુલાઈ 1979 થી 14 જાન્યુઆરી 1980 સુધી ભારતના પ્રધાનમંત્રી હતા.
 • ત્યાર બાદ ફરી ઇન્દિરા ગાંધી 14 જાન્યુઆરી 1980 થી 31 ઓક્ટોમ્બર 1984 સુધી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા.
 • ત્યાર બાદ રાજીવ ગાંધી 31 ઓક્ટોમ્બર 1984 થી 1 ડિસેમ્બર 1989 સુધી ભારતના છટ્ઠા પ્રધાનમંત્રી તરીકે રહ્યા હતા.
 • વિશ્વનાથ પ્રતાપ સિંહ ભારતના સાતમાં પ્રધાનમંત્રી હતા. તેઓએ 2 ડિસેમ્બર 1989 થી 10 નવેમ્બર 1990 સુધી સેવા આપી હતી.
 • ભારતના આઠમાં પ્રધાનમંત્રી તરીકે ચંદ્રશેખર 10 નવેમ્બર 1990 થી 21 જૂન 1991 સુધી રહ્યા હતા.
 • ભારતના નવમાં પ્રધાનમંત્રી તરીકે પામુલપાર્થી નરસિંહા રાવ 21 જૂન 1991 થી 16 મે 1996 સુધી રહ્યા હતા.
 • ભારતના દસમાં પ્રધાનમંત્રી તરીકે અટલ બિહારી વાજપેયીએ સેવા આપી હતી અને તેઓ 16 મે 1996 થી 1 જૂન 1996 16 દિવસ માટે તેઓ પ્રધાનમંત્રી રહ્યા હતા.
 • એચ. ડી. ગૌવડા ભારતના 11માં પ્રધાનમંત્રી હતા અને તેઓએ 1 જૂન 1996થી 21 એપ્રિલ 1997 સુધી ભારતના પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી.
 • ભારતના 12માં પ્રધાનમંત્રી ઇન્દ્રકુમાર ગુજરાલ હતા અને તેઓએ 21 એપ્રિલ 1997 થી 18 માર્ચ 1998 સુધી સેવા આપી હતી.
 • ત્યાર બાદ 19 માર્ચ 1998થી 13 ઓક્ટોમ્બર 1999 સુધી અને 13 ઓક્ટોમ્બર 1999 થી 22 મે 2004 સુધી તેઓ ભારતના પ્રધાનમંત્રી રહ્યા હતા.
 • ભારતના 13માં પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ હતા અને તેઓએ 22 મે 2004 થી 26 મે 2014 સુધી સેવા આપી હતી.
 • ભારતના 14માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે અને તેઓ 26 મે 2014 થી હાલ અત્યાર સુધી સેવા આપી રહ્યા છે.
તમને આ ભારતના પ્રધાનમંત્રી વિશે જાણકારી જરૂર પસંદ આવી હશે અને ભારતના પ્રધાનમંત્રી કોણ છે? તે પણ તમને જરૂર ખબર પડી હશે અને હવે તમારો કોઈ સવાલ કે તમારી મનની વાત જણાવવી હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો.

0 ટિપ્પણીઓ