ક્લાઉડ સ્ટોરેજ એટ્લે શું ? કેમ લોકો હવે ક્લાઉડ સ્ટોરેજ તરફ વળી રહ્યા છે ? ટેકનોલોજી ન્યૂઝ


            મિત્રો તમે ગૂગલ ડ્રાઈવ વિષે લોકો ને વાત કરતાં સાંભળ્યા હશે અથવા ક્યાક ને ક્યાક કોઈક કારણ થી  ગૂગલ ડ્રાઇવ ધ્યાન માં આવ્યું આજે આપણે ટેકનોલોજી ન્યૂઝ માં જાણીએ ક્લાઉડ સ્ટોરેજ વિષે. આપણે સરળતા થી સમજાય એના માટે ગૂગલ ડ્રાઈવ ને ધ્યાન માં રાખીને આ આર્ટીકલ ને વધારશું.

ક્લાઉડ સ્ટોરેજ એટ્લે શું ?

ક્લાઉડ સ્ટોરેજ ને ક્લાઉડ કમ્પ્યૂટિંગ પણ કેહવામાં આવે છે, ક્લાઉડ સ્ટોરેજ સમજવા માટે એક ઉદાહરણ લઈએ, તમે ઓફિસ માં છો અને એક્સેલ શીટ અથવા તો વર્ડ શીટ માં કોઈ રિપોર્ટ અથવા તો કોઈ કામ કરી રહ્યા છો, કોઈ કારણ થી તમારે અર્જન્ટ બહાર જવાનું થયું અથવા તો ઓફિસ બંધ કરવાનો સમય થઈ ગયો હોય તો તમારે એ કામ અધૂરું છોડી દેવું પડે, પણ જો તમે એ ફાઇલ ગૂગલ ડ્રાઈવ માં સેવ કરી લીધી હોય તો એ ફાઇલને ઘરે જઈને ગૂગલ ડ્રાઈવ માથી જ ઓપન કરી તમારું કામ તમે કરી શકો છો, સાથે સાથે એજ ફાઇલ તમે તમારા મોબાઇલ માં પણ ગૂગલ ડ્રાઈવમા જઈને જોઈ શકો છો. 

ક્લાઉડ સ્ટોરેજ કેવી રીતે કામ કરે છે ?

ક્લાઉડ સ્ટોરેજ નો ઉપયોગ કરવામાટે તમારે સૌપ્રથમ ઈમેલ આઈડી થી રજીસ્ટર થવું પડે ત્યાર બાદ તમને જેતે ક્લાઉડ સ્ટોરેજ પ્રોવાઇડર તમને પોતાના સ્ટોરેજ માં એક્સેસ આપે,  ક્લાઉડ સ્ટોરેજ ઇન્ટરનેટ ના ડેટા ઉપર કામ કરે છે, જેમ કે આગળ આપણે ઉદાહરણ જોયું કે ગૂગલ ડ્રાઈવ ફાઇલ સેવ  કરવા માટે ઇન્ટરનેટ નો ઉપયોગ કરવો પડે છે, 

 તમારા મોબાઈલ માં વોટસપ અથવા બીજા કોઈ મધ્યમ દ્વારા આવેલી ફાઇલ જો તમે ક્લાઉડ સ્ટોરેજ ની એપ્લિકેસન માં સેવ કરશો તો તે ફાઇલ નું એક્ષેસ કોમ્યુટર માં પણ કરી શકશો. એકવાર ફાઇલ 

શું ક્લાઉડ સ્ટોરેજ જગ્યા રોકે છે ?

ના, ક્લાઉડ સ્ટોરેજ પોતાની એપ્લિકેસન સિવાય કોઈપણ જગ્યા નથી રોકતું ઊલટાનું તમે જે ફાઇલ ને ક્લાઉડ સ્ટોરેજ માં એકવાર સેવ કરી લેશો પછી તે ફાઇલ ને તમે ડિલીટ કરી શકો છો કારણ કે તે ફાઇલ હવે ક્લાઉડ માં અપલોડ થઈ ગઈ છે અને તમારા મોબાઈલ માં જગ્યા રોકતી હોય છે.

શું ક્લાઉડ સ્ટોરેજ ફ્રી છે ?

ક્લાઉડ સ્ટોરેજ ફ્રી છે પણ અને નથી પણ કારણ કે હાલમાં અગણિત કંપનીઓ પોતાનું ક્લાઉડ સ્ટોરેજ યુજર ને વાપરવા આપે છે પણ અમુક શરતો ને આધીન, જેમ કે ગૂગલ તેના ગ્રાહક ને 15જીબી સુધી સ્ટોરેજ ફ્રી આપે છે તો મેગા સ્ટોરેજ 5જીબી સૂધી ક્લાઉડ સ્ટોરેજ ફ્રી આપે છે , ક્લાઉડ બીજનેસ માં અત્યારે એમેજોન,માઈક્રોસોફ્ટ જેવી જાણીતી અને અજાણી કંપનીઓ સેવા આપી રહી છે,

ટોપ ફ્રી ક્લાઉડ સ્ટોરેજ કંપનીઑ કઈ કઈ છે ?

ફોટો સોર્સ  : guru99

 • આઈસ સ્ટોરેજ
 • પી ક્લાઉડ
 • મેગા
 • વર્ક ડ્રાઈવ 
 • વન ડ્રાઈવ
 • ગૂગલ ડ્રાઈવ
 • ડ્રોપ બોક્સ
 • આઈ ડ્રાઇવ
 • અમજોન ડ્રાઈવ
 • સિંક 
 • બોક્સ 
 • આઈ ક્લાઉડ
 • યેંડેક્સ ડિસ્ક
 • મીડિયા ફાયર 
 • કૂ એફ આર 
 • મી મીડિયા 
 • જંપશેર 
અને બીજા ઘણા બધા ક્લાઉડ સ્ટોરેજ જે લોકો ડાઇરેકટ પેઇડ સર્વિસ જ આપે છે.

શું ક્લાઉડ સ્ટોરેજ સુરક્ષિત છે ?

ક્લાઉડ સ્ટોરેજ 100 ટકા સુરક્ષિત છે પણ સર્વિસ પ્રોવાઇડર કોણ છે તેના ઉપર આધાર રાખે, કોઈપણ વસ્તુ જો ફ્રી માં મળતી હોય તો એની કોઈ તો કોસ્ટ હોય જ છે ફ્રી આપનારા માટે, ઉદાહરણ કરીકે તમારો ડેટા, તમને ફ્રીમાં સ્ટોરેજ કરવા માટે આપે સે પણ પોતાના સ્પેસ માં જેમાં તે ગમે ત્યારે એક્ષેસ કરી શકે છે. આમાં હું એટલુજ કેહવા માંગીસ કે કોઈ અનુભવી નો અભિપ્રાય લેવો હિતાવહ છે, 

શું ક્લાઉડ સ્ટોરેજ માં ઓફલાઇન કામ થઈ શકે ?

હા ક્લાઉદ સ્ટોરેજ માં ઓફલાઇન કામ થઈ સકે છે, હ પણ જો તમે એજ કોમ્પ્યુટર કે મોબાઈલ માં કામ કરી રહ્યા હોય તો, બાકી જો તમે કોઈ ફાઇલ મોબાઈલ માં સેવ કરો છો અને ઇન્ટરનેટ બંધ રાખો છો તો તે તમારા કોમ્પ્યુટર માં નહીં બતાવે.

શું ક્લાઉડ સ્ટોરેજ વિષે હજુ વધુ જાણવું છે ? તો કોમેન્ટ માં હા અથવા ના લખો, હા ની સંખ્યા વધુ હસે તો પાર્ટ 2 બનાવીશું.

અસ્તુ 0 ટિપ્પણીઓ